દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં આર.આર.સેલની રેડ, કરોડોની ખનિજ ચોરી ઝડપાઈ - Mineral theft caught from Kalyanpur
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા : જિલ્લામાં ખનીજ ચોરી સ્થાનિક અધિકારીઓને નજર હેઠળ થઇ રહી હોય અને આ અધિકારીઓ આંખ આડા કાન કરતા હોય જેના પગલે આર.આર.સેલ રાજકોટ દ્વારા રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન 7 વાહનો કબ્જે કર્યા છે. આ ઉપરાંત 8 શખ્સોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ ચોરીના પ્રકરણની ગંધ ગાંધીનગર પહોંચતા સ્થાનિક કલ્યાણપુરના પીએસઆઇને બદલી કરવામાં આવી છે. જેના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.