રાજ્ય સહિત જામનગરમાં ભૂકંપના આંચકા, ભયના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા - Mild tremor in Jamnagar
🎬 Watch Now: Feature Video

જામનગર : રાજ્ય સહિત જામનગરમાં પણ રાત્રીના 8:14 કલાકે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. ભૂકંપના પગલેે હાઇરાઇઝ બિલ્ડીંગમાંથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ 4.7 પર નોંધાઇ છે. ઉલ્લેખનિય છે કે, ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના ભચાઉમાં નોંધાયું છે. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે અને બીજી બાજુ ભૂકંપના હળવા આંચકાથી લોકોમાં ભય ફેલાયો છે.