વરસાદના લીધે મહુવાનો મેથળા બંધારો ઑવરફ્લો - ભાવનગર ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ જિલ્લાના તળાજા તાલુકાના મેથળા ગામે 2 વર્ષ પૂર્વે અનેક ખેડૂતો અને શ્રમજીવીઓએ જાત મહેનતે મેથળા બંધારો તૈયાર કર્યો છે. આ બંધારો તૈયાર થયાં બાદ મેઘરાજા મહેરબાન થતા સતત બીજા આ વર્ષે પણ ચોમાસાના પ્રારંભે સારા વરસાદ થતા બંધારો ફલક સપાટી પાર કરી રહ્યો છે. પરિણામે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.