ગુરુપૂર્ણિમાઃ તિલક બાવાએ ETVના માધ્યમથી આપ્યો વિશેષ સંદેશ, જુઓ વીડિયો - અમદાવાદ વ્યાસ હવેલી
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ આ અષાઢી પૂનમે ગુરુપૂર્ણિમા છે. આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. કારણ કે, આ જ દિવસે મહાભારતના રચયિતા વેદવ્યાસનું અવતરણ થયું હતું. જેમની કલમ થકી સમગ્ર દુનિયાને શ્રી કૃષ્ણ રૂપી જ્ઞાનના સાગરના દર્શન થયા હતા. આ પાવન પ્રસંગે કૃષ્ણમાર્ગીય વૈષ્ણવચાર્ય ગોસ્વામી તિલક બાવાએ ETV ભારતના માધ્યમ દ્વારા જણાવ્યું હતું કે, ગુરુ મનુષ્યના અંધકારરૂપી જીવનને પ્રકાશ તરફ લઇ જાય છે. જેથી આ દિવસે ગુરુને યાદ કરી તેમની કૃપા મેળવવી જોઈએ. આપણે જે કાંઈ છીએ તેમાં ગુરુનું યોગદાન મોટુ હોય છે. તેથી આ દિવસે ગુરુની સમક્ષ કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ.
Last Updated : Jul 5, 2020, 11:23 AM IST