કંગનાની વ્હારે આવી કરણી સેના, મુંબઈ એરપોર્ટ પરથી જ કંગનાનું કવચ બનશે કરણી સેનાના સભ્યો - સંજય રાઉત
🎬 Watch Now: Feature Video
સુરતઃ કરણી સેના દ્વારા શિવસેના નેતા સંજય રાઉતનો વિરોધ કરવામાં આવ્યો હતો. કરણી સેનાએ સંજય રાઉતના પૂતળા પર ભારે ચપ્પલબાજી કરી હતી. આવતીકાલે એટલે કે બુધવારે દક્ષિણ ગુજરાતમાંથી કરણી સેના કંગના રનૌતના સમર્થન માટે મુંબઇ જશે. સુરતથી 50 ગાડીઓના કાફલા સાથે કરણી સેનાના સભ્યો મુંબઇ પહોંચશે અને મુંબઇ એરપોર્ટથી અભિનેત્રી કંગના રનૌતનું કવચ બનશે. કરણી સેનાની માગ છે કે, સંજય રાઉત તેના નિવેદન પર માફી માગે અને જ્યા સુધી માફી નહીં માગે ત્યાં સુધી કરણી સેના વિરોધ પ્રદર્શન યથાવત રહેશે.