મહેમદાવાદમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો - જનજાગૃતિ કાર્યક્રમ
🎬 Watch Now: Feature Video
ખેડાઃ જિલ્લાના મહેમદાવાદ ખાતે રાષ્ટ્રહિત સમર્થક સમિતિ દ્વારા નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડાના સામાજિક કાર્યકર દ્વારા નાગરિકતા સંશોધન કાયદા અંગે સમજ આપવામાં આવી હતી. જેમાં જણાવાયુ હતું કે, વર્તમાન સમયમાં ભારતની એકતા અને અખંડિતતા કાયમ રહે તે પ્રમાણે સૌને વર્તવાની જરૂર છે. નાગરિકતા સંશોધન બિલ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે છે. ઘૂસણખોરી કરીને આવેલા લોકોને ભારતીય નાગરિકતા નહીં મળે. આ જનજાગૃતિ કાર્યક્રમમાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુન સિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પાંડવ સહીત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.