ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના પિતાની પુણ્યતિથિએ મેગા મેડિકલ કેમ્પ યોજાયો
ભાવનગર: કુંભારવાડા જેવા પછાત વિસ્તારમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના પિતાજીના પુણ્યતિથિને પગલે મેગા મેડિકલ કેમ્પનું આયોજન પછાત વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના પિતાજીની પુણ્ય તિથિએ હંમેશા લોક કલ્યાણનું કાર્ય તેમનો પરિવાર કરતો આવ્યો છે. 15 ડિસેમ્બર પુણ્ય તિથિ નિમિતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના કુંભારવાડા જેવા વિસ્તારમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અક્ષર પાર્કની સરકારી પ્રાથમિક શાળામાં મેડિકલ કેમ્પમાં જીતુ વાઘાણી અને તેમનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.