પાટણમાં કોરોના સંક્રમણને અટકાવવા બપોર બાદ બજારો બંધ
🎬 Watch Now: Feature Video
પાટણ: કોરોનાની મહામારીને પગલે સરકાર દ્વારા આપવામાં આવેલા ચાર તબક્કાના લોકડાઉન બાદ અનલોક-1 અને 2માં વેપાર-ધંધા તેમજ પરિવહન કરવાની છૂટછાટો આપવામાં આવતા કોરોના સંક્રમણ વધ્યું છે. શહેર કોરોનાના અજગરી ભરડામાં સપડાયું છે. રોજે રોજ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પાટણમાં અત્યાર સુધીમાં 240 કેસ નોંધાયા છે. આ સાથે જ મૃત્યુ આંક પણ વધી રહ્યો છે, ત્યારે પાટણના નગરજનોના હિતને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખની સહમતીથી બિન રાજકીય રીતે પાટણ શહેરમાં બુધવાર તારીખ 22 જૂલાઈથી 31મી જૂલાઈ સુધી બપોરે 1 કલાક બાદ સંપૂર્ણ લોકડાઉન અંગેનો નિર્ણય કર્યો છે.