પોરબંદરમાં માલધારી સમાજના બાળકોએ સ્વામી વિવેકાનંદને અર્પી શ્રદ્ધાંજલી - એલ આર ડી ભરતી અન્યાય
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ શહેરમાં LRD ભરતીમાં 125 માલધારી યુવાનોને અન્યાયના આક્ષેપ સાથે છેલ્લા 39 દિવસથી માલધારી આગેવાનો દ્વારા જિલ્લા કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. જેમાં રવિવારે સ્વામી વિવેકાનંદની જન્મજ્યંતિ નિમિતે 500થી વધુ માલધારી બાળકોએ ઉપવાસી છાવણી ખાતે સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ યુવાનોએ સ્વામી વિવેકાનંદના ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોના સૂત્રને આત્મસાત કરી માલધારી સમાજ જ્યાં સુધી તેમના ધ્યેયની પ્રાપ્તિ નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા જણાવ્યુ્ં હતું.