Makar Sankranti 2022: આણંદમાં બાળકોએ પતંગોત્સવનો માણ્યો આનંદ - ઉમા શર્માની ફુટપાથ શાળા
🎬 Watch Now: Feature Video
આણંદ: શહેરના રાજમાર્ગ પર ગરીબ બાળકોને અક્ષરજ્ઞાન આપતા ઉમા શર્માની ફૂટપાથ શાળા (Uma Sharma's sidewalk school) વિસ્તારમાં ખૂબ જાણતી બની છે, પોતાના અતીતની પરિસ્થિતિથી પ્રેરિત બની ગરીબ બાળકોને શિક્ષણ તરફ વળવા માટે પ્રોત્સાહિત કરતા ઉમા શર્માની ફુટપાથ શાળામાં આજે અંદાજીત 70થી વધુ બાળકો અભ્યાસ માટે આવતા બન્યા છે. ઉમા શર્માની આ અનોખી ફુટપાથ શાળાના બાળકો માટે વિશેષ પતંગ ઉત્સવનું આયોજન (Special Kite Festival organized by Uma Sharma) કરવામાં આવ્યુ હતું, જેમાં 100 જેટલા બાળકોએ ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવી ઉત્તરાયણની (Makar Sankranti 2022) મોજ માણી હતી.