અમદાવાદમાં CTM નજીક ATMમાં આગ, ATM મશીન બળીને ખાખ - અમદાવાદ CTM નજીકના ATMમાં આગ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેરના CTM વિસ્તારમાં બેન્કના ATMમાં અચાનક આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું અને સમગ્ર રુમમાં ફેલાઇ જતાં ATM મશીન બળીને ખાખ થયું હતું. જો કે, ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હતી. CTM એકસપ્રેસ હાઇવે સામે કર્ણાવતી બંગ્લોઝના દરવાજા પાસે ઇન્ડિયન બેન્ક આવેલી છે અને તેના ATMમાં સવારના 9 કલાકના અરસામાં અચાનક જ આગ લાગી હતી અને આગ વધુ ફેલાઈ જતા ATM રૂમ સંપૂર્ણ આગની ઝપટમાં આવ્યો હતો.