મહીસાગર જિલ્લાના શિક્ષકને શિક્ષક દિને એશિયન એજ્યુકેશન એવોર્ડ એનાયત કરાશે - ડિસ્ટ્રીક્ટ યુથ એવોર્ડ
🎬 Watch Now: Feature Video
મહીસાગરઃ જિલ્લા શિક્ષણ સમિતિ હેઠળની લુણાવાડા તાલુકાની પાલેશ ફળિયા પ્રાથમિક શાળા, કાકચિયાના મુખ્ય શિક્ષક રામજીભાઈ વણકરની એશિયન એજ્યુકેશન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. શિક્ષણના ક્ષેત્રમાં 36 વર્ષથી સેવા, પ્રતિભા શૈક્ષણિક કારકિર્દી, અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રમાં કરેલી વિશિષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખી રામજીભાઈને 5મી સપ્ટેમ્બર 2020ના રોજ આ એવોર્ડ કાઈટસ પ્રોડક્શન્સ ઓર્ગેનાઈઝરના ઉપક્રમે એનાયત કરાશે. આ અગાઉ પણ રામજીભાઈ વણકરને ક્રમશઃ ડિસ્ટ્રીક્ટ યુથ એવોર્ડ, સંત સર્વગુણ શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર, જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર, સંત મોરારિબાપુ પ્રેરિત ચિત્રકૂટ શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર, રાજ્ય સરકાર રાજ્યપાલ શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર તથા સમાજ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.