મહાવીર એન્કલેવમાં ફ્યુઝન અને ફોક મિશ્રિત ગરબાનું અનોખું પર્ફોર્મન્સ યોજાયું - Enjoy children garba in amdabad
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ નવરાત્રી દરમિયાન વરસાદે વિરામ લેતા ગુજરાતમાં ગરબા પ્રેમી ખેલૈયાઓ મન મૂકીને ગરબામાં ઝૂમી રહ્યા છે. ઉપરાંત ગરબામાં પણ નિત નવા ટ્રેન્ડ અને અલગ-અલગ સ્ટાઈલો પણ ઉમેરી અને પારંપારિક તેમ જ પૌરાણિક ગરબાની સાથે કંઈક નવું જ શીખી રહ્યા છે. આવું જ એક અદભુત પરફોર્મન્સ કોબા ખાતે આવેલા મહાવીર એન્કલેવના ગરબા પ્રેમીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેને ફ્યુઝન એન્ડ ફોક કોમ્બિનેશન ગરબા કહેવાય છે. ગરબાની વચ્ચે-વચ્ચે ફ્યુઝન અને ફોકના મિશ્રણથી ખેલૈયા તેમજ ગરબા નિહાળવા આવેલા દર્શકો પણ ઝૂમી ઉઠયા હતા.