'મહા' ચક્રવાતનો સંકટ: પ્રવાસીઓ માટે દરિયા કિનારા બંધ કરાયા, 32 ગામોને આપ્યું એલર્ટ
🎬 Watch Now: Feature Video
નવસારીઃ મહા નામનું વાવાઝોડુ ગુજરાત તરફ આવી રહ્યું છે. તેના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. NDRFની ટીમને પણ તૈનાત કરાઇ છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને, તે માટે દરિયા કિનારે ફરવા કે ટહેલવા જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સતત ગભરાટ કરાવી રહેલું આ મહા વાવાઝોડું 7 નવેમ્બરની સાંજે ટકરાશે. ત્યારે તેને લઈને 52 કિલોમીટરના દરિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ ચક્રવાત અરબી સમુદ્રમાં તોફાન મચાવી રહ્યું છે. જિલ્લા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. જેના ભાગરૂપે દરિયા કાંઠાના 32 ગામના લોકોને તકેદારીના ભાગરૂપે તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે.