વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાઇ - Jagannathji's Rathyatra was held in the temple premises
🎬 Watch Now: Feature Video

વડોદરા : શહરેના ઇસ્કોન મંદિરમાં છેલ્લા 38 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોરોના વાઈરસની મહામારીના કારણે મંદિર પરિસરમાં જ ફરી હતી. ઇસ્કોન મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત રથયાત્રા મંદિર પરિસરમાં નીકળી હતી. નગરજનોને દર્શન કરવા માટે માર્ગો ઉપર ન નીકળેલા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજીના દર્શન કરવા માટે શહેરીજનો ઇસ્કોન મંદિર ખાતે ઉમટી પડ્યા હતા.