વરસાદી માહોલમાં હાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળી વેચવા ખેડૂતોની લાંબી લાઇન - માર્કેટયાર્ડ
🎬 Watch Now: Feature Video
જામનગરઃ જિલ્લાના હાપા માર્કેટયાર્ડ ખાતે મગફળીની જણસ લઈ ખેડૂતો પહોંચ્યા છે, જો કે વરસાદી વાતાવરણમાં મગફળીની ગાડીઓની લાગી લાંબી લાઇનો જોવા મળી રહી છે. માર્કેટયાર્ડમાં મગફળી સાચવવાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્ચારે યાર્ડ બહાર ખેડૂતો મગફળીની ગાડીઓ લઈ બેઠા છે. ખેડૂતોએ વર્ષ દરમિયાન કરેલી મહેનત એટલે કે પકવેલા પાક લઈ હાલ માર્કેટયાર્ડ ખાતે પહોંચ્યા છે, માર્કેટયાર્ડમાં યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદમાં મગફળી પલળે તેવી ભીતિ જોવા મળી રહી છે. Etv ભારત સાથેની વાતચીતમાં ખેડૂતોએ જણાવ્યું કે માર્કેટયાર્ડ દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતો પોતાની મોધી મગફળીને બહાર રાખવી પડે તેવી સ્થિતિ છે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું કે સોમવારે હરાજીમાં વારો આવવાની સંભાવના છે.