સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને લીમડી તાલુકાના રણકાંઠાના ગામોમાં તીડનું આક્રમણ - Locust terror in desert areas
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ જિલ્લાના ધ્રાંગધ્રા અને લીમડી તાલુકાના રણકાઠાના ગામોમાં મોટી સંખ્યામાં તીડના ઝુંડ દેખાયા હતાં. ધ્રાંગધ્રા તાલુકાના કુડા, કોપરણી, નરાળી, નિમકનગર, સજ્જનપુર, ઘનશ્યામગઢ, એજાર, સતાપર તેમજ રણવિસ્તારમાં આ તીડ જોવા મળ્યા છે, તેમજ લીમડી તાલુકાના શિયાણી સહિતના ગામોમાં પણ તીડના આક્રમણના કારણે ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાયા છે. ખેડૂતોને ઉનાળા પાકનુ નુકસાન થવાની ભીતિ દેખાઈ રહી છે. તંત્ર દ્વારા આ વિસ્તારના ખેતરમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, સાથે ખેડૂતોને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે ખેડૂતો થાળી વગાડીને તીડને દૂર કરી રહ્યા છે.