રાજકોટમાં કોવિડ-19 સેન્ટરનો સ્થાનિકો દ્વારા વિરોધ, જાણો કેમ?
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લામાં એક તરફ કોરોનાના કેસમાં સત્તત વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ હોસ્પિટલમાં પણ કોવિડના દર્દીઓ માટે બેડની અછત સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ આરોગ્ય તંત્ર દ્વારા હાલ શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલો સાથે બેઠક યોજીને પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ તેને કોવિડ સેન્ટર તરીકે જાહેર કરી રહી છે, ત્યારે આ કોવિડ સેન્ટર રહેણાંક વિસ્તારમાં આવતા હોવાથી કેટલાક સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટના 80 ફૂટ રીંગરોડ પર આવેલી નીલકંઠ હોસ્પિટલને પણ તંત્ર દ્વારા કોવિડ સેન્ટર જાહેર કરી છે. જેનો આજે સોમવારે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આ મામલે સ્થાનિકોએ મનપા કચેરી ખાતે જઈને રજુઆત પણ કરી હતી.