વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને બપોરે 12ઃ00 વાગ્યાની સ્થિતિ - vadodara election update
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માહોલ જામ્યો છે. રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની આજે ચૂંટણી છે. ત્યારે વડોદરામાં મતદાનને લઇને બપોરે 12ઃ00 વાગ્યે શું સ્થિતિ છે? આવો જાણીએ. આજે 81 નગરપાલિકાના 680 વોર્ડની કુલ 2720 બેઠક, 31 જિલ્લા પંચાયતની 980 બેઠક અને 231 તાલુકા પંચાયતની 4,774 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. જેની મતગણતરી 2 માર્ચે હાથ ધરવામાં આવશે. આ વખતેની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ મુખ્ય પક્ષની સાથે AAP, BSP અને AIMIM પણ ચૂંટણી લડી રહી છે. તમને જણાવી દઇએ કે, 81 નગરપાલિકાની કુલ 2720 બેઠકો પૈકી 95 બેઠકો, 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પૈકી 25 બેઠકો અને 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો પૈકી 117 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે.
Last Updated : Feb 28, 2021, 12:47 PM IST