કરજણ ડેમની સપાટી મહત્તમ સપાટીને પાર: સિઝનમાં ચોથીવાર ડેમ થયો ઓવરફ્લો - નર્મદા કરજણ ડેમ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 6, 2020, 8:54 PM IST

નર્મદાઃ જિલ્લામાં આવેલા કરજણ ડેમના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં સતત ભારે વરસાદના કારણે ચાલુ સિઝનમાં 150 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેને લઈને આજની તારીખમાં કરજણ ડેમ 100.15 ટકા ભરાઈ ગયો છે. ચાલુ સિઝનમાં કરજણ ડેમ ચોથીવાર ઓવરફલૉ થયો છે, કરજણ ડેમની સપાટી 115.28 મીટર નોંધાઈ હતી. જે રૂલ લેવલ 115.08થી વધુ હતી. હાલ ડેમના ઉપરવાસમાંથી પાણીની અવાક 871 ક્યુસેક અને રેડીયલ ગેટ 4માંથી 1 હજાર 146 કયુસેક તેમજ હાઇડ્રોપાવર સ્ટેશનમાંથી 350 કયુસેક સહિત કુલ 1 હજાર 496 કયુસેક પાણી રૂલ લેવલ 115.25 મીટર જાળવવા માટે છોડવામાં આવી રહ્યુ છે. તેમજ ચાલુ વર્ષે અંદાજે 60 થી વધુ વખત પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે આ ડેમ ભરૂચ અને નર્મદાની જીવાદોરી બની ચુક્યો છે. હાલ ડેમમાં પાણીની માત્રા એટલી છે કે, આવનારા વર્ષમાં ચોમાસુ નબડુ જશે તો પણ 1 વર્ષ સુધી બે જિલ્લાને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.