ETV Bharat / state

બોર્ડની પરીક્ષામાં કેવી રીતે કરવી જોઈએ તૈયારી?, વાલી અને વિદ્યાર્થીઓ માટે આ રહ્યા ખાસ સૂચનો - GSEB SSC BOARD EXAM 2025

આગામી 27 ફેબ્રુઆરીના રોજ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ યોજાવવાની છે. ત્યારે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ શું તકેદારી રાખવી જોઈએ? જાણો આ ખાસ અહેવાલમાં.

આગામી 27મી ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે.
આગામી 27મી ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 31, 2025, 8:52 AM IST

જુનાગઢ: આગામી 27મી ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જેમાં ધોરણ 10માં 9 લાખ 17 હજાર અને ધોરણ 12માં 6 લાખ 21 હજાર મળીને કુલ 15 લાખ 38 હજાર જેટલા પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષાઓ આપવા જઈ રહ્યા છે. ત્યારે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી અને તેમના વાલીઓની સાથે પરીક્ષા પૂર્વે અને પરીક્ષા સમય દરમિયાન કેવા પ્રકારની તૈયારીઓ કરવી જોઈએ. તેને લઈને શિક્ષણશાસ્ત્રી અને મનોચિકિત્સકોએ તેમના પ્રતિભાવો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આપ્યા છે.

બોર્ડ પરીક્ષા અને તૈયારીઓ: આગામી 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જેમાં ધોરણ 10 અને 12મા મળીને કુલ 15 લાખ 38 હજાર જેટલા વિદ્યાર્થીઓ ખૂબ જ મહત્વની કહી શકાય. તેવી બોર્ડની પરીક્ષાઓ આપવા માટે તૈયારી કરી રહ્યા છે. પરીક્ષા પૂર્વે અને પરીક્ષા દરમિયાન તેમજ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓએ ખાસ પરીક્ષાને ધ્યાને રાખીને કેવા પ્રકારની તૈયારી કરવી જોઈએ. તે માટે શિક્ષણ શાસ્ત્રી અને મનોચિકિત્સકો એ તેમના પ્રતિભાવો આપ્યા છે. પરીક્ષાના આ સમય દરમિયાન વિદ્યાર્થીની સાથે તેના વાલીની પણ પરીક્ષા થતી હોય છે. આવા સમયે પરીક્ષાર્થી અને તેના માતા પિતાએ પરીક્ષાને ધ્યાને રાખીને મુક્ત મને હળવા વાતાવરણમાં તૈયારીઓ કરવી જોઈએ. તેવો મત શિક્ષણ શાસ્ત્રી અને મનોચિકિત્સકોએ આપ્યો છે.

બોર્ડની પરીક્ષા યોજાવવાની છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખાસ તકેદારી રાખવી જોઈએ
બોર્ડની પરીક્ષા યોજાવવાની છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખાસ તકેદારી રાખવી જોઈએ (etv bharat gujarat)

પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓ માટે સૂચનો: પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ હળવો ખોરાક લેવાની સાથે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ, બિનજરૂરી ઉજાગરા ટાળવા જોઈએ, પરીક્ષાના દિવસો દરમિયાન કોઈપણ પ્રકારના ઉત્તેજના કે ભય અને ગુસ્સો આવે તે પ્રકારના તમામ પ્રસંગોથી પ્રત્યેક પરીક્ષાર્થીએ દૂર રહેવું જોઈએ, પરીક્ષાના દિવસોમાં માત્ર અભ્યાસ સિવાયની કોઈપણ પ્રવૃત્તિમાં સીધી રીતે ઉતરવું જોઈએ નહીં, પરીક્ષામાં ઉપયોગી સાધનો પેન, પેન્સિલ, રબર, કંપાસ પરીક્ષાના દિવસો દરમિયાન તૈયાર રાખવો જોઈએ, જેમાં પરીક્ષા ખંડમાં ઉપયોગી અને અનિવાર્ય રીસીપ્ટ પણ સાથે રાખવી.

ધોરણ 10માં 9 લાખ 17 હજાર અને ધોરણ 12માં 6 લાખ 21 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ધોરણ 10માં 9 લાખ 17 હજાર અને ધોરણ 12માં 6 લાખ 21 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે (etv bharat gujarat)

પ્રફુલ્લિત મને પરીક્ષા આપવી જોઈએ: પરીક્ષા આપવા જતી વખતે સાથે કોઈપણ પ્રકારના પુસ્તકોને લઈને જવાની વૃતિ ટાળવી જોઈએ, પરીક્ષા ખંડમાં ખૂબ જ સ્વચ્છ અને શરીરને આરામ આપે તે પ્રકારે ઢીલા કપડાં પહેરવા જોઈએ. આ ઉપરાંત હાથમાં નેપકીન કે મોટો રૂમાલ રાખવો જોઈએ, સ્વચ્છ અને સ્વસ્થ મનથી આપવામાં આવેલી પરીક્ષા પ્રત્યેક પરીક્ષાર્થીના ઉત્સાહ અને હિંમતમાં વધારો કરે છે. જેથી પ્રફુલ્લિત મન સાથે પરીક્ષા આપવા જવું જોઈએ. આ સિવાય ઘરનું પાકું સરનામું કાગળમાં લખેલું રાખવુ ચશ્મા પહેરતા હોવ તો તે અવશ્ય તપાસવા જોઈએ. પરીક્ષા સેન્ટરની નજીક સંબંધી કે પરિચિતનાં સરનામા રાખો, પરીક્ષાર્થીએ પોતાની ઘડિયાળમાં પરીક્ષા સમયને અનુરુપ સમય ગોઠવવો જોઈએ, પરીક્ષા સ્થળ સુધી પહોંચવા માટેનો સમય નિર્ધારિત કરીને ઘરેથી પરીક્ષા આપવા માટે નીકળવું જોઈએ.

વિદ્યાર્થીઓએ પરીક્ષા ખંડમાં ઉપયોગી અને અનિવાર્ય રીસીપ્ટ સાથે રાખવી.
વિદ્યાર્થીઓએ પરીક્ષા ખંડમાં ઉપયોગી અને અનિવાર્ય રીસીપ્ટ સાથે રાખવી. (etv bharat gujarat)

પરીક્ષા ખંડમાં શું તૈયારી રાખવી?: પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્ર આવતાની સાથે તેનો અભ્યાસ કરવો જોઈએ. જે સરળ અને સૌથી વધારે સારી રીતે લખી શકાય, તેવા પ્રશ્નોથી પેપરની શરૂઆત કરવી જોઈએ. જેથી પરીક્ષાર્થીના જુસ્સામાં વધારો થાય. ખૂબ જ સ્પષ્ટ અક્ષરોમાં અને સ્વચ્છ લખાણ કરવા માટે વિદ્યાર્થીઓએ આગળ આવવું જોઈએ. પ્રશ્નપત્રના જે વિભાગો છે. તે રીતે તેને લખવાનો પ્રયત્ન પરીક્ષા ખંડમાં કરવો જોઈએ. સપ્લીમેન્ટરી પર વિદ્યાર્થીઓના સીટ નંબરથી લઈને માગવામાં આવેલી તમામ વિગતો ખૂબ જ સાવચેતી સાથે છેકછાક વગર લખવી જોઈએ. પરીક્ષા પૂર્ણ થયા બાદ તેને મુખ્ય જવાબ પત્ર સાથે ખૂબ જ વ્યવસ્થિત રીતે એટેચ કરવા, જવાબ લખતી વખતે બ્લુ શાહીવાળી પેનનો ઉપયોગ કરવો જોઈએ.

વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં  સ્વચ્છ અને સ્વસ્થ મનથી પરીક્ષા આપવી જોઈએ.
વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં સ્વચ્છ અને સ્વસ્થ મનથી પરીક્ષા આપવી જોઈએ. (etv bharat gujarat)
પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્ર આવતાની સાથે તેનો અભ્યાસ કરવો જોઈએ.
પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્ર આવતાની સાથે તેનો અભ્યાસ કરવો જોઈએ. (etv bharat gujarat)

પરીક્ષાર્થીઓના માતા-પિતા માટેના સૂચનો: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા જેટલી અગત્યની વિદ્યાર્થીઓ માટે છે. તેટલી જ તમામ વિદ્યાર્થીના વાલીઓ માટે પણ અગત્યની છે. જેને લઈને જૂનાગઢના શિક્ષણ શાસ્ત્રી પ્રદીપ ખીમાણી અને મનોવિજ્ઞાન વિષયના પ્રોફેસર પરેશ બારસિયાએ તેમના સૂચનો પરીક્ષાને લઈને વિદ્યાર્થી અને વાલીઓ માટે પ્રસ્તુત કર્યા છે. પ્રત્યેક માતા-પિતાએ તેના સંતાનો પ્રત્યે પ્રેમ લાગણી અને હૂંફ કોઈપણ સ્થિતિમાં ઓછી ન કરવી જોઈએ. સંતાનોના અભ્યાસ સમયે માતા-પિતાએ તેને પ્રોત્સાહન આપવું જોઈએ. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓના વાંચન કે અધ્યયન માટે કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે, તે માટે વ્યવસ્થાની જવાબદારી માતા-પિતાની છે. સંતાનો પરીક્ષાને લઈને કોઈ મૂંઝવણમાં જોવા મળે તો તરત જ ઘરમાં તેનો નિકાલ કરીને તેને આત્મવિશ્વાસ માતા-પિતાએ આપવો જોઈએ. આ સિવાય પરીક્ષાના દિવસો દરમિયાન સ્વસ્થ્ય અને આરોગ્યપ્રદ તેમજ પચવામાં ખૂબ જ હળવો તેમજ દિવસ દરમિયાન સ્ફૂર્તિમા રાખી શકાય. તે પ્રકારનો ખોરાક ઘરમાં બનાવીને વિદ્યાર્થીઓને પૂરો પાડવામાં આવે. તો ખૂબ જ સરળ ગણાતી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ અતિ ઉત્તમ પરિણામ લાવી શકવા માટે સમર્થ બનતા હોય છે.

આ પણ વાંચો:

  1. એક અનોખો કન્સેપ્ટ 'બિલ્લી કી પાઠશાળા', જુઓ જ્યાં બિલાડીઓ રોજ કરે છે અભ્યાસ
  2. કોડીનાર ઉના હાઇવે પર થયેલા અકસ્માતમાં ત્રણ યુવકના મોત, જુઓ હૃદય કંપાવી નાખે તેવા સીસીટીવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.