કોંગ્રેસે મહત્વ નહીં આપતા ધારીના ધારાસભ્યએ પક્ષમાંથી રાજીનામું આપ્યાનું જણાવ્યું - latestgujaratinews
🎬 Watch Now: Feature Video
અમરેલી: રાજ્યસભાની ચૂંટણી મામલે ધારીના ધારાસભ્ય જે.વી કાકડીયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ આપ્યું છે. કેટલાક દિવસથી જે.વી. કાકડીયા અજ્ઞાતવાસમાં હતા. જે.વી. કાકડીયા પોતાના નિવાસ સ્થાને ચલાલા પહોંચ્યા હતા. કાકડીયાના નિવાસ સ્થાને કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો. કાકડીયાએ કોંગ્રેસે પાર્ટી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. પાટીદારોને કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીઓમાં મહત્વ ન આપતા નારાજગી વ્યક્ત કરી હતી. ત્રણ વખત કોંગ્રેસને કહેવા છતાં કોંગ્રેસે એક પણ રાજ્યસભામાં પાટીદારોને મહત્વ ન આપતા રાજીનામું આપ્યું હતું.