વિવાદીત પોસ્ટ મુદ્દે જવાબદારો સામે કાર્યવાહી કરાશેઃ લીલાબેન અંકોલીયા
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ નવઘણજી ઠાકોરે કરેલી વિવાદીત પોસ્ટ સંદર્ભે ગુજરાત મહિલા આયોગના પ્રમુખ લીલાબેન અંકોલીયાએ પ્રતિક્રિયા આપી છે. આ મુદ્દે તેમણે કહ્યું કે આયોગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. મહિલા યોગ દ્વારા કસૂરવારો સામે કાયદાકીય પગલાં લેવાશે. ઉપરાંત વિવાદીત પોસ્ટ મુકવા બદલ નવઘણજી ઠાકોરેને મહિલા આયોગ સમક્ષ બોલાવી જવાબ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દાંતીવાડાના 12 ગામોમાં ક્ષત્રિય ઠાકોર સમાજે કુંવારી છોકરીને મોબાઈલ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જે સંદર્ભે નવઘણજીએ પોસ્ટ કરતાં લખ્યું હતું કે, આપણા ક્ષત્રિય ઠાકોર સમાજની દિકરી અન્ય સમાજમાં લગ્ન કરે તો જૂનો રિવાજ અમલ કરો, દીકરીને દૂધ પીતી બસ. જે પગલે સમગ્ર રાજ્યમાં તેમની વિરૂદ્ધ ભારે રોષ ભભૂક્યો છે.