કરજણ ટોલનાકા નજીક જ્વલનશીલ કેમિકલ્સ ભરેલું ટેન્કર લીકેજ થતા અફરાતફરીનો માહોલ - vadodra samachar
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સુરત તરફ કરજણ ટોલ ટેક્ષ પાસે કેમિકલ ભરેલા ટેન્કર સાથે અકસ્માત થતા જ્વનલશીલ કેમિકલ્સ લીકેજ થયું હતું. જેના પગલે ફાયર બ્રિગેડની ટિમ તાત્કાલિક સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જો કે, ફાયર બ્રિગેડે તાત્કાલિક કંટ્રોલ કરી લીકેજ સીલ કરી ટેન્કરને સાઇડ ઉપર ખસેડવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે કોઇ જાનહાનિ થઇ નથી.