છોટાઉદેપુરમાં 108 એમ્બ્યુલન્સનું જિલ્લા કલેક્ટર દ્વારા લોકાર્પણ - latest news in Chhotaudepur
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુરઃ જિલ્લામાં ચાલતી 108 એમ્બ્યુલન્સમાંથી 9 એમ્બ્યુલન્સના નિયમ મુજબ કીલોમીટર પુરા થઈ જતા સરકારે નવી એમ્બ્યુલન્સ આપી હતી. જેનું ગુરૂવારના રોજ જિલ્લા કલેક્ટર સુજલમ યાત્રા દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ કલેકટર દ્રારા એમ્બ્યુલન્સનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મિહિરપટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઈ ચૌધરી, ઇમરજન્સી મેનેજમેન્ટ એઝયુકેટીવ મહેન્દ્રસિંહ ચૌહાણ, પ્રોગ્રામ ઑફિસર ધવલ પારેખ તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.