ગાંધીનગરમાં ભેખડ પડતા ગટરલાઈન નાખતાં 5 મજૂર દટાયા, 4નો આબાદ બચાવ - Gandhinagar Corporation News
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ શહેરના કોબા વિસ્તારની રહેજા સાઇટ પર ગુડાની ગટરલાઇન નાખતા પાંચ મજૂરો દટાયા હોવાની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાંથી ચાર મજૂરોને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યાં છે. ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ એક મજૂરને બહાર કાઢવામાં સફળતા મળી હતી. હાલ, પણ બચાવ કામગારી ચાલું છે. મળતી માહિતી પ્રમાણે, ચાર ઇજાગ્રસ્ત મજૂરોને ગાંધીનગર સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. આ દુર્ઘટનામાં ભરતભાઇ માજી રાણા (19 વર્ષ), રાજુભાઇ મેડા (26 વર્ષ), બહાદુર બારૈયા (24 વર્ષ), પુનીયાભાઇ મેઠા (32 વર્ષ), મુકેશભાઇ (19 વર્ષ) ભેખડ ધસી પડતા દટાયા હતાં. આ તમામ લોકોને જીવિત બહાર કાઢી લેવાયા છે અને હાલ સારવાર માટે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.