3.6 ડીગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર
🎬 Watch Now: Feature Video
કચ્છઃ જિલ્લાના નલિયામાં રેકોર્ડ બ્રેક ઠંડીને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત બની ગયું છે. કાતિલ ઠંડીના મારથી આસપાસના વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારો અને પશુ પંખીઓની હાલત સૌથી વધુ કફોડી બની છે. નલિયાના સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે 10 વર્ષ બાદ રેકોર્ડ બ્રેક ઠંડી નોંધાઇ છે. નલિયામાં 3.6 ડિગ્રી ઠંડી નોંધાઇ છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી હજુ પણ આ શીત લહેર જારી રહે તેવું અનુમાન દર્શાવ્યું છે અને શીત લહેરની સંચાર બંધીનો માહોલ જોવા મળી રહ્યો છે.