શામળાજીમાં હર્ષોલ્લાસથી કૃષ્ણ-જન્મોત્સવ ઉજવાયો, માખણચોરના નાદથી મંદિર ગૂંજ્યું - ગુજરાતીનાસમાચાર
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: શામળાજી મંદિરમાં ભગવાન કૃષ્ણન મંદિરના દ્વાર 12 વાગ્યે ખોલી નાખવામાં આવ્યા હતા. શામળીયા ઠાકરનો જન્મોત્સવ 'હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી' અને 'જય રણછોડ માખણચોર'ના નાદ સાથે ઉજવાયો હતો. કોરોનાની મહામારીને લઈને મંદિર અને પરિસરમાં ભગવાનના દર્શન માટે ભકતોને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. ભગવાનના જન્મ સમયે માત્ર પૂજારીઓ અને સેવકગણ ઉપસ્થિત હતાં.