સુરત: શહેરમાં મકરસંક્રાંતિના પર્વને વધાવવા માટે શહેરીજનોએ વહેલી સવારથી જ ફરસાણની દુકાનો પર ધસારો કર્યો છે. ઉત્સવપ્રિય સુરતીઓ માટે ઊંધિયું અને જલેબી એ ઉતરાયણની ઉજવણીનો અવિભાજ્ય ભાગ છે. આ વર્ષે મોંઘવારીની અસર ઊંધિયુંના ભાવ પર પણ જોવા મળી રહી છે. ગયા વર્ષે કિલોના 400 રૂપિયાના ભાવની સરખામણીમાં આ વર્ષે ભાવ વધીને 500 રૂપિયા પ્રતિ કિલો થયો છે.
ઊંધિયુંના ભાવમાં વધારો: તેલ અને શાકભાજીના ભાવમાં થયેલા વધારાને કારણે ઊંધિયુંના ભાવમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે, ભાવ વધારા છતાં સુરતના લોકો ઉતરાયણની મજા માણવા માટે હજારો કિલો ઊંધિયું અને જલેબીની ખરીદી કરી રહ્યા છે. નવા વર્ષનો પ્રથમ તહેવાર એવી ઉતરાયણની ઉજવણી માટે શહેરીજનો ખાસ ઉત્સાહિત છે.
સુરતીઓની ઉત્તરાયણની ઉજવણી: મંદી અને મોંઘવારીની પરિસ્થિતિ વચ્ચે પણ સુરતના લોકો પરંપરાગત રીતે તહેવારની ઉજવણી કરવા માટે તૈયાર છે. પતંગ ચગાવતી વખતે ગરમાગરમ ઊંધિયું, પૂરી અને મીઠી જલેબીનો સ્વાદ માણવાનો આનંદ સુરતીઓ છોડવા માંગતા નથી. આમ, મોંઘવારી છતાં ઉતરાયણના આ પર્વને સુરતીઓ પૂરા ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે.
આ પણ વાંચો: