રાજકોટના જંક્શન રોડ નજીક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો - rajkot news today
🎬 Watch Now: Feature Video
રાજકોટ: રાજકોટના જંકશન વિસ્તારમાં ફરી એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. રાજકોટના દૂધસાગર રોડ પર રહેતા અને ઈમિટેશનનું કામ કરતા જીલાની સુમારભાઈ રાઉમા નામનો યુવાન પોતાના મિત્ર અસફાખ કટારીયા સાથે જંકશન વિસ્તારમાં ગયો હતો. જ્યાં સામે જોવા જેવી સામાન્ય બાબતે કાર અને બાઈક પર આવેલ અજાણ્યાં ઈસમો દ્વારા યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જો કે ઘટનામાં ગંભીર રીતે ઘાયલ યુવાનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, યુવાન પર હુમલો કરનાર ઈસમો કોણ છે તેની પણ હજુ ઓળખ થઈ નથી.