Chemical Mafias in Surat : કેમિકલ માફીયાઓના લીધે કીમ નદી બની દૂષિત
🎬 Watch Now: Feature Video
સુરત : સચિન GIDCમાં થોડા સમય પહેલા કેમિકલ માફિયાઓના (Chemical Mafias in Surat) કારણે 6 કેટલાક નિર્દોષ લોકોના જીવ ગયા હતા. ત્યારે બેફામ બનેલા કેમિકલ માફિયાઓ પાછા હરકતમાં આવી ગયા છે. સુરત જિલ્લાના માંગરોળ, ઓલપાડ તેમજ ભરૂચ જિલ્લાના હાંસોટથી પસાર થતી કીમ નદીમાં (Chemical in the Kim River) માંગરોળના મોટા બોરસરા વિસ્તારમાં કેમિકલ માફિયા અંધારાનો લાભ લઇ ઝેરી કેમિકલ ઠાલવી દેવાની ઘટના સામે આવી છે. નદીમાં કેમિકલ નાખતા અસંખ્ય માછલીઓના પણ (Chemical Damage to the River) મૃત્યુ નીપજયા છે. મોટા બોરસરા ગામના લોકોને આંખોમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા સામે આવી છે. આ ઉપરાંત ખેતીમાં ઉપયોગ લેતા ખેડૂતોના પાકને પણ અસર થાય છે. જોકે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટર તેમજ પ્રાંત અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. તો હવે જોવું રહ્યું શું પરિણામ આવશે.