ખેડાના કઠલાલના કાકરખાડમાં વૃદ્ધાની તીક્ષ્ણ હથિયારથી હત્યા - Kheda samachar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5878250-thumbnail-3x2-marder.jpg)
ખેડાઃ કાકરખાડ ગામમાં વૃદ્ધાની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.ખેતરમાં ઓરડીમાં તીક્ષ્ણ હથિયારથી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા કઠલાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી વહેલી સવારે હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.કઠલાલ પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને FSLની મદદથી હત્યાનું કારણ,હત્યામાં વપરાયેલ હથિયાર તેમજ હત્યારાની શોધખોળ સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.