ભરૂચમાં મેઘરાજાની મહેર વચ્ચે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્ભુત નજારો
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ જિલ્લામાં મેઘરાજાની મહેર વચ્ચે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. વર્ષ 2020 પ્રથમ અને અંતિમ સૂર્ય ગ્રહણ આજે રવિવારના જોવા મળ્યું હતું. ભરૂચની વાત કરીએ તો સૂર્યગ્રહણ સવારે 10.4 મીનીટે શરુ થયું હતું અને 11.43 કલાકે સૂર્યગ્રહણ પૂર્ણ સ્વરૂપમાં થયું હતું તો બપોરે 1.30 કલાકે સૂર્યગ્રહણ પૂર્ણ થયું હતું. તો ઉચના ખગોળશાસ્ત્રી અરવિંદ પંચાલ દ્વારા સૂર્યગ્રહણ નિહાળવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ સ્પેશિયલ ગ્લાસ અને ટેલીસ્કોપની મદદથી સૂર્યગ્રહણ નિહાળ્યું હતું. જો કે, ગ્રહણ કાળ દરમિયાન જ મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી, ત્યારે વાદળોના કારણે સૂર્યગ્રહણ નિહાળવામાં લોકોને તકલીફ પડી હતી. ગ્રહણ વચ્ચે વરસાદ વરસતા કુદરતની અદ્ભુત કરામત જોવા મળી હતી.