જામનગરના સાંસદ પૂનમ માડમે રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો - જામનગર
🎬 Watch Now: Feature Video
જામનગરઃ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું ગુરૂવારના રોજ 92 વર્ષની વયે નિધન થયું છે. ત્યારે તેમના સમર્થકોમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે. જોકે કેશુબાપા સાથે રાજકીય પક્ષ અને વિચારધારાથી જોડાયેલા લોકો પણ પોતાની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે જામનગરના સાંસદ પૂનમ માડમ કેશુબાપાએ ગુજરાત માટે કરેલા કામોની યાદ કર્યા હતા અને કહ્યું કે, પૂર્વ મુખ્યપ્રધાન કેશુબાપાએ ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ સારી થાય તે માટે અનેકવિધ કાર્યો કર્યા છે. તો ગુજરાતનામાં જે પ્રકારનું વિકાસનું માળખું ઊભું કરવા પણ તેમણે બહુ મોટો ફાળો હતો. કેશુબાપા બે વખત ગુજરાતના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. ખાસ કરીને ગુજરાતમાં ગોકુળ ગ્રામ યોજનાથી તેમણે છેવાડાના માનવીનો વિકાસ થાય તે માટે અથાક પ્રયાસો કર્યા હતા. ખાસ કરીને કેશુ બાપાના સમયમાં રાજ્યના ખેડૂતોને જે દયનીય સ્થિતિ હતી. તેના માટે કેશુબાપાએ ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ બહાર લાવ્યા હતા, ખાસ કરીને ખેત તલાવડી અને ખેડૂતો વધુમાં વધુ પાણીનો સંગ્રહ કરી શકે તે માટેની યોજનાઓ પણ તેમના સમયમાં લાવવામાં આવી હતી.