પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને પ્રદેશ ભાજપના મહામંત્રી કે. સી. પટેલે અર્પી શ્રદ્ધાંજલિ - State BJP general secretary K. C. Patel pays tribute
🎬 Watch Now: Feature Video
કચ્છઃ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું ગુરુવારના રોજ નિધન થયું છે. ત્યારે ભુજ ખાતે કેશુભાઈ પટેલની શોક સભામાં ઉપસ્થિત રહેલા પ્રદેશ ભાજપના મહામંત્રી કે. સી. પટેલે જણાવ્યું હતું કે, કેશુભાઈ પટેલના નિધનથી સમગ્ર રાજ્યમાં ઉંડા દુઃખની લાગણી ફરી વળી છે. 1989માં પાટણમાં વિદ્યાર્થી પરિષદનું પ્રદેશ અધિવેશનમાં કેશુભાઇ પટેલ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મેં કન્વીનર તરીકે સેવા આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે કેશુભાઈ પટેલ સાથે થયેલી કામગીરી તેમનું માર્ગદર્શન આજીવન યાદ રહેશે. આજે ગુજરાતે એક મોભી ગુમાવ્યાં છે.