Karni Sena On Paper Scandal: પેપર કાંડ બાબતે સરકાર નિષ્પક્ષ તપાસ કરે : કરણી સેના - ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14157297-thumbnail-3x2-gan.jpg)
ગુજરાત રાજ્યમાં ઉર્જા વિભાગની છેલ્લા 3 વર્ષમાં ભરતી કૌભાંડ થયા હોવાના આક્ષેપ સાથે યુવરાજસિંહ જાડેજા છેલ્લા કેટલાય દિવસથી પત્રકાર પરિષદ સંબોધી અને અનેક પુરાવાઓ રજૂ કર્યા છે, ત્યારે રાજ્ય સરકારે પણ આ બાબતે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટના પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ કલાર્કનું પેપર પણ પરીક્ષા પહેલાં જ ફૂટી ગયા હોવાની જાહેરાત પણ યુવરાજસિંહ જાડેજાએ કરી હતી, ત્યારે આજે તેમની પડખે આવીને કરણી સેનાએ (Karni Sena On Paper Scandal) પણ સપોર્ટ આપવાની જાહેરાત કરી છે.