રામમંદિર શિલાન્યાસની કરણી સેનાએ અમદાવાદ ખાતે ઉજવણી કરી
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: આજ રોજ દેશભરમાં જ્યારે ભગવાન રામના મંદિરનું અયોધ્યા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યું છે જે ઉપલક્ષમાં દીપ જ્યોતિ કરી અને ફટાકડા ફોડી અભિવાદન કરવામાં આવી રહ્યું છે. લોકો પોતાના ઘરે પણ દિવા કરીને ભગવાન રામના મંદિર બનવાની જે વર્ષોની લાગણીઓ હતી તે પુરી થઈ તેવું જણાવી રહ્યા છે. તે ઉપલક્ષમાં શહેરના અમરાઈવાડી ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા દીપ પૂજન અને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રાજ શેખાવત પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં અને ભગવાન શ્રી રામની પૂજન વિધિ કરી હતી.