ETV Bharat / state

6000 કરોડના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી

પોતાના વકીલ મારફતે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન લેવા અરજી કરાવી છે, તેના પર આગામી 6 ડિસેમ્બરના રોજ સુનાવણી થશે.

આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની તસવીર
આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 9 hours ago

અમદાવાદ: રૂપિયા 6000 કરોડના કૌભાંડી એવા BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. પોતાના વકીલ મારફતે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આ અરજી કરાવી છે, તેના પર આગામી 6 ડિસેમ્બરના રોજ સુનાવણી થશે. આ સાથે અન્ય આરોપી મયુર દરજીએ પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી છે. જેની ઉપર આગામી સમયમાં સુનાવણી હાથ ધરાશે.

ખાસ છે કે અરવલ્લી જિલ્લામાં પોંજી સ્કીમ અંતર્ગત B.Z ગ્રુપ દ્વારા 6 હજાર કરોડથી વધુની સ્કીમમાં હજારો લોકો ભોગ બન્યા છે. સાબરકાંઠાના હિંમતનગરના B.Z ગ્રુપ દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડ અંતર્ગત કેટલાય લોકોના પૈસા અટવાઈ ચૂક્યા છે. ઈડર વિસ્તારમાં પણ બે વર્ષ અગાઉ આ સ્કીમ મામલે કેટલાય લોકોએ સ્થાનિક કક્ષાએ પૈસા રોકવા માટે રજૂઆત કરી હતી. સાથે સાથે માસિક 3 ટકાથી લઈને 6 ટકા સુધી ઊંચું વ્યાજ આપવાની રજૂઆત કરાઈ હતી.

5થી 25 ટકા વળતરના બહાને લોકોને ઠગ્યા
B.Z ગ્રુપ દ્વારા 5 ટકાથી લઈ 25% સુધી વ્યાજ વળતર આપવાની સ્કીમથી કેટલાય લોકો ઠગાયા છે. તેમજ હજુ પણ કેટલાય લોકો પૈસા જવાના દરે બોલી શક્યા નથી. ત્યારે CID આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરે તો હજુ પણ ખૂબ મોટું સ્કેન્ડલ બહાર આવે તેમ છે. સાથો સાથ રાજકીય પાર્ટીઓ સાથે નજીકનો ગરાબો ધરાવનારા કેટલાય લોકો પણ આજ સ્કીમનો ભોગ બનેલા છે. જોકે ગ્રુપના સંચાલક ભૂગર્ભમાં હોવાના પગલે સ્થાનિક કક્ષાએ હજુ પણ કેટલાય લોકો બોલી રહ્યા નથી. ત્યારે રોકાણકારોના નાણા પરત મળે તે જરૂરી છે.

ભુપેન્દ્રસિંહ ઝાલા સામે રેડ કોર્નર નોટિસ
CID ક્રાઈમ દ્વારા 6,000 કરોડના કૌભાંડમાં ભાજપના સક્રિય સભ્ય બનેલા ભુપેન્દ્રસિંહ ઝાલા સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ છે. સાથો સાથ પાંચ જેટલા સંચાલકોની અટકાયત કરાઈ છે. આ અંગે ગુજરાત કોંગ્રેસના મહામંત્રી, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી તથા સામાજિક આગેવાન રામભાઈ સોલંકીએ અગાઉ જણાવ્યું હતું કે, આ સ્કીમ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહી હોવા છતાં મોટાભાગના લોકો તેનાથી જાણીતા હતા. જોકે બેંક વ્યાજથી વધુ કોઈ ક્યારેય આપી ન શકે. સાથોસાથ 50 હજારથી વધારે રકમ હોય તો પાનકાર્ડ જરૂરી છે ત્યારે લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી થયા હોવા છતાં વાયા રૂટ તપાસ ન થઈ હોવાના પગલે આજે 6,000 કરોડ જેટલી રકમની ફરિયાદ થવા પામી છે. આગામી સમયમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા પાયારૂપ તપાસ થશે તો હજુ ઘણું મોટું કૌભાંડ બહાર આવશે. તેમજ જે લોકોના કરોડો રૂપિયા ફસાયા છે તે આપવા જરૂરી છે.

આ પણ વાંચો:

  1. અમરેલીઃ કોર્ટ પરિસરમાં જ યુવકે ગટગટાવ્યું ઝેર, પરિવારે મૃતદેહ લઈ જવા કર્યો ઈન્કાર પછી ભાજપ નેતા સહિત 6 વ્યક્તિ સામે FIR
  2. જયઘોષ સાથે શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનરઃ પંચમહાલમાં લોકોની અશ્રુભીની આંખોએ કર્યા અંતિમ દર્શન, ત્રણ પેઢીથી દેશ સેવા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.