ETV Bharat / state

પાટણ બાળ તસ્કરી કાંડ: નકલી બર્થ સર્ટિફિકેટ બનાવનાર અમરત ચૌધરી 6 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર - PATAN CHILD TRAFFICKING

પાટણ એસ.ઓ.જી પોલીસ દ્વારા બાળ તસ્કરી મામલે જે બાળકનું જન્મનું ખોટું સર્ટિફિકેટ સાંઈ કૃપા હોસ્પિટલ રાધનપુરમાંથી નોંધાયું હતું.

પાટણ બાળ તસ્કરી કાંડમાં વધુ એક ધરપકડ
પાટણ બાળ તસ્કરી કાંડમાં વધુ એક ધરપકડ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 4, 2024, 10:25 PM IST

પાટણ: પાટણ જિલ્લામાં બાળ તસ્કરી મામલે આડેસરમાં બીજા બાળકની ડિલીવરી કરાવનાર નકલી ડોક્ટર નરેશ રબારી અને રાધનપુરના નકલી ડોક્ટર સુરેશ ઠાકોરને સંપર્ક કરાવનાર ધીરેન ઠાકોરના રિમાન્ડ આજે પૂરા થતા ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયો હતો. જ્યાં પોલીસે આરોપીના રિમાન્ડ ના માંગતા તેને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. તો બીજી તરફ નકલી જન્મના સર્ટિફિકેટ બનાવનાર અમરત ચૌધરીને પકડીને તેને કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં તેને દોઢ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

બાળક તસ્કરી કેસમાં અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. કેસની તપાસ કરી રહેલી પાટણ એસ.ઓ.જી પોલીસે અત્યાર સુધીમાં સૌ પ્રથમ સુરેશ ઠાકોર તે બાદ શિલ્પા ઠાકોર અને તે બાદ રૂપસિંહ ઠાકોર, નરેશ રબારી આડેસરમાં નકલી હોસ્પટલ ચલાવે છે અને ધીરેન ઠાકોર રાધનપુરવાળાની ધરપકડ કરી લેવામાં આવી છે.

મુખ્ય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

ત્યારે બાળ તસ્કરી મામલે આડેસરમાં ડિલિવરી કરાવનાર નરેશ રબારી અને સુરેશ ઠાકોરનો કોન્ટેક કરાવનાર ધીરેન ઠાકોરના રિમાન્ડ પુરા થતા આજે ફરી કોર્ટ માં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટેમાં પોલીસ દ્વારા વધુ રિમાન્ડ ના માંગતા બન્નેને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા. પાટણ એસ.ઓ.જી પોલીસ દ્વારા બાળ તસ્કરી મામલે જે બાળકનું જન્મનું ખોટું સર્ટિફિકેટ સાંઈ કૃપા હોસ્પિટલ રાધનપુરમાંથી નોંધાયું હતું. જેને લઈ રાધનપુર નગર પાલિકા ચીફ ઓફિસર અને જન્મ મરણ શાખાના અધિકારી સાથે પૂછપરછ કરવામાં આવી હતી. મામલામાં રાધનપુર સાંઈ કૃપા હોસ્પિટલના કર્મી અમરત ચૌધરીની SOG પોલીસે અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવ્યા છે.

નકલી જન્મ પ્રમાણપત્ર બનાવનાર ઝડપાયો
પાટણમાં દંપતીને નકલી ડોકટર દ્વારા વેચાણ કરાયેલા બાળકનું રાધનપુર પાલિકામાંથી ખોટું જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હોવાથી મંગળવારે એસ.ઓ.જી પોલીસ રાધનપુર પહોંચી હતી. અને પ્રમાણપત્ર આપનાર પાલિકાની જન્મ-નોંધણી શાખા તેમજ જન્મનું પ્રમાણપત્ર મોકલનાર સાંઈકૃપા હોસ્પિટલમાં પહોંચી તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં રેકોર્ડની ચકાસણી સાથે પાલિકાના ઓફિસર, સ્ટાફ તેમજ સાઈકૃપા હોસ્પિટલમાં સ્ટાફની પૂછપરછ કરી હતી. ત્યારે પાટણ SOG પોલીસે સાંઈ કૃપા હોસ્પિટલના કર્મી અમરત ચૌધરી દ્વારા બોગસ ડોક્ટુમેન્ટથી નગર પાલિકામાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેને લઈને અમરત ચૌધરીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

અમરત ચૌધરીની પૂછપરછમાં શું ખુલાસા થઈ શકે?
આજે અમરત ચૌધરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીના 3 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જ્યારે કોર્ટે આરોપીના દોઢ દિવસના 6 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવે પોલીસ અમરત ચૌધરી દ્વારા કેટલા જન્મના પ્રમાણ પત્ર બનાવ્યા હતા? આ કામ માટે તે કેટલી રકમ લેતો હતો? તે સહિતની બાબતો અંગે રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો:

  1. જયઘોષ સાથે શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનરઃ પંચમહાલમાં લોકોની અશ્રુભીની આંખોએ કર્યા અંતિમ દર્શન, ત્રણ પેઢીથી દેશ સેવા
  2. મેંદાના ભાવ વધતા વડાપાંઉના ધંધાર્થીઓ મુંઝાયા, સુરતમાં સાગમટે વડાપાંઉ ધારકોની હડતાળ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.