સાબરકાંઠાના વડાલીમાં કાળી ચૌદશની રાત્રે સ્મશાનમાં સળગે છે દીવા - સાબરકાંઠાના વડાલીમાં કાળી ચૌદશની રાત્રે સ્મશાનમાં સળગે છે દીવા
🎬 Watch Now: Feature Video

સાબરકાંઠાઃ જિલ્લાના વડાલીમાં કાળી ચૌદશની રાત્રીએ સ્મશાનમાં દીવા પ્રગટાવવાની સાથે આરતી કરવામાં આવે છે. જેમાં મહિલાઓ, યુવાનો અને વૃદ્ધો એકસાથે ભાગીદાર બને છે. જો કે સામાન્ય રીતે કરી ચૌદસની રાત્રે સ્મશાનમાં જવું એ પણ ભયરૂપ બનતું હોય છે. ત્યારે આગામી નવી દિશા ઊભી કરી છે. સાબરકાંઠાનું વડાલીમાં સ્મશાનમાં કાળી ચૌદસની રાતનું નામ પડે ત્યારે લોકોમાં ડર ઉદભવે છે. આ રાત્રીએ ભૂત પ્રેતો માટે કંઈક સ્મશાનમાં મેલી વિદ્યાઓ તાંત્રિક વિધિ થતી હોય છે. જોકે સાબરકાંઠાનું વડાલીમાં અનોખી રીતે લોકો સ્મશાનને પવિત્ર જગ્યા માને છે. તેના માટે બાળકો, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો આ બધા એક સાથે સ્મશાન ગૃહમાં કાળી ચૌદસની રાત્રીએ ભેગા મળીને દીવા પ્રગટાવે છે અને આખું સ્મશાન દિવાથી ઝગમગે છે.
TAGGED:
વડાલીમાં કાળી ચૌદશ