મહીસાગરના કડાણા ડેમમાં 68,886 ક્યુસેક પાણીની આવક નોંધાઈ - water level increase
🎬 Watch Now: Feature Video

મહીસાગર: જિલ્લામાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદ અને કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં થઈ રહેલા વરસાદને કારણે ડેમના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં કડાણા ડેમમાં પાણીની આવક 68,886 ક્યુસેક નોંધાઈ છે. જેથી ડેમનું જળ સ્તર 409.10 ફૂટ પર પહોંચ્યું છે. ડેમનું જળ સ્તર સતત વધી રહ્યુ છે. જેના લીધે હવે ડેમ રુલ લેવલથી 3.2 ફૂટ ખાલી છે. જ્યારે જિલ્લામાં મોસમનો વરસાદ 47.56 % નોંધાયો છે.