ગુજરાતી તાજમહેલ ‘મહોબત મકબરો’, જુઓ વીડિયો...
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ સાધુઓનું પિયર ગણાતા અને સાચા અર્થમાં સોરઠની સાચી ઓળખ આપતા જૂનાગઢને નવાબોનું શહેર કહેવામાં આવે છે. આજે પણ આ સોરઠી ભૂમિમાં નવાબી કાળની યાદ અપાવે તેવા સ્થાપત્યો હયાત છે. જેમાંનું એક એટલે કે, જૂનાગઢના નવાબ મહોબતખાન બીજાની કબર પર બાંધવામાં આવેલો મહોબત મકબરો.... આ મકબરાનું બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે, જેમાં નજર નાખતા જ લખનઉ અને હૈદરાબાદના ઈસ્લામી સ્થાપત્યોનો બેનમૂન સમન્વય જોવા મળે છે. આ નજારો તે ઐતિહાસિક કલા-સ્થાપત્યનું ઉદાહરણ છે કે, જેને એક નજરે જોવા આજે પણ દેશ-વિદેશના પર્યટકો લાખોની સંખ્યામાં ઉમટી આવે છે.