જૂનાગઢઃ સોશિયલ મીડિયામાં ફરી એકવાર સિંહનો વીડિયો વાઇરલ થયો - Lion's video goes viral
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ સોશિયલ મીડિયામાં ફરી એકવાર વોટ્સએપ ગ્રૂપોમાં સિંહનો વીડિયો વાઇરલ થયો છે. વોટ્સએપમાં ઘણી વખત અવાર નવાર સિંહના વીડિયો વાઇરલ થઇ રહ્યા છે, ત્યારે હાલ કેરીની સીજનમાં આંબાના બગીચામાં સિંહ આરામ ફરમાવી રહ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયો જિલ્લાના માળિયા હાટીના પંથકનો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. ત્યારે હાલ કેરીની સીજનમાં ખેડૂતો પોતાના આંબાના બગીચામાં કેરી ઉતારવા જતા હોય છે, ત્યારે તેમને અવાર નવાર સિંહો જોવા મળતા હોઇ છે.