જૂનાગઢ પોલીસે 33 લાખથી વધુના દારૂ સાથે 2 આરોપીની કરી અટકાયત - જૂનાગઢમાંથી 33 લાખથી વધુનો દારૂ ઝડપાયો
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5446784-thumbnail-3x2-juna3.jpg)
જૂનાગઢઃ પોલીસે બાતમીને આધારે GIDC નજીક એક ટ્રકમાંથી પરપ્રાંતિય દારૂ ઝડપી પાડ્યો હતો. આગામી 31 ડિસેમ્બરે થનારી પાર્ટીને લઈ ગુજરાત બહારથી કેટલાક લોકો દારૂની ખેપ મારી રાજસ્થાન પાસિંગની એક ટ્રકમાં જૂનાગઢ તરફ આવી રહ્યા હતા. ત્યારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા GIDC 2માં પાસે પાર્ક કરાયેલી ટ્રક નંબર (RJ 19 GB 4170)ની તપાસ કરી હતી. ત્યારે તેમાંથી 689 પેટી દારૂ મળી આવ્યો હતો. જેની અંદાજિત કિંમત 33 લાખ કરતા વધુ હતી. આમ, આ ઘટનામાં પોલીસે જોધપુરના 2 આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.