ક્યાર વાવાઝોડાની અસરને પગલે જૂનાગઢમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ચિંતામાં મુકાયા - ક્યાર વાવાઝોડાની અસર
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: ક્યાર વાવાઝોડાની અસરને પગલે જૂનાગઢ શહેર અને તાલુકાના કેટલાક ગામોમાં અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ શહેર અને આસપાસના કેટલાક ગામોમાં બપોર બાદ વરસાદ તૂટી પડયો હતો જેને લઈને ખેતરોમાં પડેલા મગફળીના પાથરાઓ વરસાદી પાણીમાં પલળી ગયા હતા. એક તરફ ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે મગફળીના પાકમાં ઉતારો ખૂબ જ ઓછો આવ્યો હતો ત્યારે તૈયાર થયેલા પાક પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલીનો અનુભવ કરી રહ્યા છે.