આરોગ્ય સચિવ જ્યંતિ રવિએ ગોંડલ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
🎬 Watch Now: Feature Video
રાજકોટ: વધતા જતા કેસોને લઈને આરોગ્ય સચિવ જયંતિ રવિ છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટની મુલાકાતે છે. ત્યારે જિલ્લાના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત વધતા જતા કોરોના સંક્રમણને લઈને તેઓએ ગોંડલ સિવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ગોંડલ શહેર અને ગ્રામ્યમાં રોજના 25થી 30 જેટલા કોરોનાના કેસો આવી રહ્યા છે. ત્યારે કોરોનાથી મૃત્યુ દર પણ ગોંડલ શહેર અને ગ્રામ્યમાં વધુ નોંધાયા છે. ગોંડલ શહેર અને ગ્રામ્યમાં 950થી પણ વધુ કોરોનાના કેસ નોંધાયા છે. તો 60થી પણ વધુ લોકો કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પરિણામે વધતા જતા કોરોનાના કેસને લઈને જયંતિ રવિએ ગોંડલ સિવિલ હોસ્પિટલના તમામ વોર્ડની મુલાકાત લીધી હતી અને ડૉક્ટર્સ સાથે ચર્ચાઓ કરી હતી. આરોગ્ય સચિવ જયંતિ રવિ તેમજ જિલ્લા વિકાસ અધિકારી, વિભાગીય નિયામક સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં ગોંડલમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવી કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.