બાયડ મંદ બુદ્વિ સેવા ટ્રસ્ટે નેપાળની મહિલાને પરિવાર સાથે મિલન કરાવ્યું - Women of Nepal
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5070587-thumbnail-3x2-arvallllll.jpg)
અરવલ્લી: બાયડ ખાતે આવેલ જય અંબે મંદબુદ્ધિ દિવ્યાંગ ટ્રસ્ટમાં બિનવારસી મહિલાઓને રાખવામાં આવે છે. આવી મહિલાઓની સારસંભાળ કરવામાં આવે છે. આ ટ્રસ્ટે એક નેપાળની મહિલાને પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું હતું. આ મહિલાને એક મહિના અગાઉ અમદાવાદ કાગડાપીઠ પોલીસે મંદબુદ્ધિની છે. ટ્રસ્ટ દ્વારા સારવાર કરવામાં આવતા મહિલા ફરી નોર્મલ થઇ હતી. બાદમાં સોશિયલ મીડિયા દ્નારા સંચાલકોએ મહિલાના ભાઈનો સંપર્ક કર્યો હતો. જે બાદ મહિલાના ભાઈને સંચાલકોએ સંપર્ક કરી બાયડ ખાતે જય અંબે મંદબુદ્ધિ બિનવારસી દિવ્યાંગ મહિલા ટ્રસ્ટ બોલાવી બેનનું ભાઈ સાથે ભેટો કરાવ્યો હતો. આ મહિલા ટ્રસ્ટનું ઋણ કદાચ ક્યારેય નહીં ચૂકવી શકે એમ જણાવ્યું હતું. તેમજ મહિલાએ અહીં સેવા કરવાનો મક્કમ નિર્ણય કર્યો હતો.