જુઓ સોમનાથમાં જનતા કરફ્યૂ સમયે કેવો રહ્યો માહોલ - latest news in Gir Somnath
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથ: બારેમાસ દિવસભર અને મોડીરાત સુધી યાત્રિકોથી ધમધમતું સોમનાથ મંદિર ભાવિકો માટે બંધ કરવામાં આવતા સૂમસામ બન્યું હતું. તેમજ યાત્રીકોની ગેરહાજરીના કારણે અન્ય નાના-મોટા ધંધાર્થીઓ પણ સ્વયંભૂ જનતા કરફ્યૂને સમર્થન આપી રહ્યા છે. દેશ-વિદેશના ભાવિકોએ ઈન્ટરનેટના માધ્યમથી સોમનાથની દર્શન આરતી કરી હતી. આ ઉપરાંત ભગવાન સોમનાથને પ્રાર્થના કરી હતી કે, વેહલી તકે આપણો દેશ અને સમગ્ર વિશ્વ કોરોનાના ભયમાંથી મુક્ત થાય અને સંક્રમિત દર્દીઓ પણ વહેલા તંદુરસ્ત થાય.