કાળમુખો કોરોના: હવે પાટનગર પણ 25 માર્ચ સુધી બંધ - કોરોના વાઈરસ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના 14 કેસ સામે આવ્યા છે, ત્યારે શનિવારે સરકાર દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ચાર મહાનગરો અને 25 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો, ત્યારે હવે એમાં પાટનગરનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે. આવશ્યક ચીજવસ્તુઓને બાદ કરતા તમામ દુકાન, શોપિંગ મોલ્સ બંધ રાખવાનો આદેશ કરાયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના વાઇરસની વર્તમાન સ્થિતીમાં કોરોનાનો વ્યાપ વધે નહી તે હેતુથી રાજ્યના સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ ચાર મહાનગરો ઉપરાંત હવે ગાંધીનગર પણ 25 માર્ચ સુધી જીવન આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય તમામ દુકાનો, મોલ્સ બંધ રહેશે તેવી જાહેરાત કરી છે. કોરોના વાઇરસનું સંક્રમણ નાગરિકોના વધુ સંપર્કથી ફેલાય નહીં તેવા જન સ્વાસ્થ્ય સુરક્ષા અભિગમથી મુખ્યપ્રધાને આ 5 મહાનગરોમાં આ દિવસો દરરમિયાન એટલે કે 25 માર્ચ સુધી એસ.ટી બસ સેવાઓ તેમજ શહેરી જાહેર પરિવહન સેવાઓ પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.