જનતા કરફ્યૂમાં ભરૂચનો ગોલ્ડન બ્રિજ ખાલીખમ જોવા મળ્યો - જનતા કરફ્યૂ
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ અંકલેશ્વરવાસીઓની કરોડરજ્જુ સમાન અને હર હંમેશ વાહનોની આવન-જાવનથી ધમધમતો ભરૂચનો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ જનતા કરફ્યૂના પગલે ખાલીખમ જોવા મળ્યો હતો. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા વડાપ્રધાન મોદી દ્વારા રવિવારે જનતા કરફ્યૂનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જેમા ભરૂચવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા.